સારહી યુથ ક્લબના ટીમવર્ક વડે અમરેલીની વિવિધ સામાજિક સંસ્થાઓ લાયન્સ રોયલ_લાયન્સ_સીટી_લાયન્સ મેઈન_ગીર રોટરી_વેપારી મહામંડળ_તથા સર્વે જ્ઞાતિ આગેવાનો સાથે લઈ " મોડેલ વેકસીનેશન " પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો હતો.આ મોડેલ વેકસીનેશન કાર્યક્રમ અંતર્ગત માત્ર 12 દિવસોમાં અલગ અલગ જગ્યાએ 25 થી વધુ વેકસીનેશન કેમ્પ ઉપર 45/60 વર્ષ ઉપરના કુલ 7200 થી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી.આ " અસાધારણ " પ્રયત્નોની નોંધ લઇ ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અમરેલી ખાતેના વેકસીનેશન કાર્યક્રમની મુલાકાતે આવ્યા હતા , અને સમગ્ર રાજ્યમાં નવતર અભિગમ સાથે " વેકસીનેશન માસ મુવમેન્ટ "શરૂ કરનાર સારહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા.