
તપસ્વીઓના જીવનના ખાલીપાને " સંગીતના સુરો " વડે ભરવાનું સુંદર આયોજન સારહી તપોવન આશ્રમ અમરેલી ખાતે કરવામાં આવ્યું." મધર્સ ડે " ની પ્રેરક ઉજવણીના ભાગરૂપે શેર એન્ડ કેર ગ્રૂપ અમરેલી ,સારહી પરિવાર અને તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા મુકેશભાઈ સંઘાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થા સભર આયોજન કરવામાં આવ્યું હતું.